Skip to content
Un Ambassador Praises Statue Of Unitys Architectural Marvel And Sustainable Tourism
  • 17 second read
  • Admin
  • General

રાજપીપળા: સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનાઇટેડ નેશન્સ- UN)ના રાજદૂત ડૉ. ઇવાન્સ ક્વાડિયો અફેદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી. તેમની મુલાકાત દરમિયાન, ડૉ. અફેદીએ ગુજરાતની આ સ્થાપત્યકીય અજાયબી અને તેની આસપાસના આકર્ષક કુદરતી સૌંદર્યની ખૂબ જ પ્રશંસા કરી.

ડૉ. અફેદી તેમની સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત દરમિયાન ઔષધ માનવ (આરોગ્ય વન), જંગલ સફારી અને અન્ય સ્થળોની પણ મુલાકાત લીધી હતી. ત્યાંના અધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને તે વિસ્તારના વિવિધ પ્રવાસન સ્થળોએ લઇ જવામાં આવ્યા હતા. સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિસ્તારના વિકાસથી તેઓ પ્રભાવિત થયા હતા અને તેમણે પ્રકૃતિ સાથે સુમેળ જાળવી રાખીને આ વિસ્તારને વૈશ્વિક પ્રવાસન સ્થળમાં જે રીતે પરાવર્તિત કરવામાં આવ્યું છે, તેની સરાહના કરી હતી. ડૉ. અફેદીએ કહ્યું કે, “સ્ટેચ્યૂ ઑફ યુનિટી એ માત્ર એક સ્મારક જ નથી, પરંતુ તે એકતા, દૂરંદેશી અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે.”

Back To Top