United Nations Ambassador Dr. Evans Kwadio Afedi એ લીધી SOUની મુલાકાત
ડૉ. ઈવાન્સ અફેદીએ ભારતના 562થી વધુ દેશી રજવાડાંઓને એક કરીને ભારતને રાષ્ટ્રીય એકતાની અખંડિત ઓળખ આપનાર આયર્ન મેન ઓફ ઇન્ડિયા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ પ્રત્યે તેમણે ઊંડો આદર વ્યક્ત કર્યો. તેમણે સરદાર સાહેબને અંજલિ આપતા કહ્યું કે, લોહપુરૂષ સરદાર પટેલ માત્ર ભારત માટે જ નહીં, સમગ્ર વિશ્વ માટે એક પ્રેરણા છે. આજના સમારંભમાં ઉમટી પડેલા યુવાનો, એકતાના નારા, ભારતીય સંસ્કૃતિની ઝાંખીઓ અને અવિરત દેશપ્રેમે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પનાને સાકાર કરે છે.
